કોઈ તો દિલથી પુકારે વાતને સમજો જરા,
ભીતરે શ્રદ્ધા જગાવે વાતને સમજો જરા.
ઝાડ પણ ખંખેરી નાંખે પાન ખુદનું એક દી,
સત્ય જીવનનું બતાવે વાતને સમજો જરા.
આંખથી ઈશારા કાયમ એ કરે છે દોસ્તો,
પ્રેમ આંખોથી જતાવે વાતને સમજો જરા.
સાવ સાદી જિંદગી જીવી રહ્યો છે એ અહીં,
તે છતાં કોઈ સતાવે વાતને સમજો જરા.
દિલની હિંમતનો નથી કોઈને અંદાજો અહીં,
દિલ ખુદાને પણ નમાવે વાતને સમજો જરા.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)