એ મને છોડી ગયાં ક્યાં?
આ હદય તોડી ગયાં ક્યાં?

નખમાં સુધ્ધાં ના હતું દુઃખ,
હાથ બે જોડી ગયાં કયાં?

કાંઇ ના બોલ્યો હતો મેં,
શીઘ્ર એ દોડી ગયાં કયાં?

સાવ સૂકી છે નદી પણ,
લઇને એ હોડી ગયાં કયાં?

-ઉમેશ તામસે 'ધબકાર'
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111043021

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now