કોઈ પીઠ પાછળ બોલે તો બોલવા દેજો,
છોને જાત એ ખુદની ખોલે ખોલવા દેજો.
મનને મારી જીવન ક્યારેય જીવવાનું નહિ,
થાય ડોલવાનું જો મન તો ડોલવા દેજો.
માર્ગ સત્યનો તો કોઈ દી છોડવાનો નહિ,
છોને વિશ્વ આખું છોલાય છોલવા દેજો.
ખૂબ શક્તિ છે નાના બાળકોની ભીતરમાં,
દિલથી એ જે કાંઈ બોલે એ બોલવા દેજો.
પ્રેમ તો કર્યો છે કોઈ ગુનો કર્યો નહિ ને,
છોને કોઈ ખોલી દે રાઝ ખોલવા દેજો.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)