Gujarati Quote in Microfiction by Amita Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૧૦ માં ભણતા વિશેષ ને સ્કૂટર ચલાવતાં પોલીસે રોક્યો.

“હેલ્મેટ ક્યાં ? “

-“નથી“.

“સારું, લાયસન્સ બતાવ.”

-“નથી “.

“સારું, પી.યુ.સી. બતાડ.”

-“નથી “.

“ચલ તો પછી સો રૂપિયા કાઢ.”

-“નથી “.

“કેમ ?”  “મારા પપ્પા મને બહુ પૈસા આપતા જ નથી “

“ઓકે. ચલ. તો પછી પચાસ આપી દે, બસ ! તો જવા દઈશ.”

વિશેષએ પાકીટ ખોલ્યું. એમાં માત્ર એક ૧૦૦ ની જ નોટ હતી.

હવે છૂટકો જ નહોતો.એણે ૧૦૦ ની નોટ પોલીસ ને આપી .

હવે ??????



ઈમાનદાર પોલીસે એને ૫૦ રૂ. પાછા આપ્યા.

Gujarati Microfiction by Amita Patel : 111042926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now