#LoveYouMummy
માં , મમ્મી કે પછી મોમ!
આમ તો મમ્મી તમારી સાથે ઘણીએ લાગણીઓ થી બંધાયેલી યાદો છે.જેમાની થોડીક જ યાદોને હું ફરીથી તમારી સાથે વાગોળવા માગું છું.તમને યાદ હશે જ્યારે હું ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી.તયારે મારું મોળાકાત નું વ્રત હતું.બપોર નો જમવા નો સમય થયો હતો અને હું કશું પણ જમતી નહોતી તો તમે ભરી બપોરે તડકામાં ચાલીને મારા માટે શ્રીખંડ લીઈને આવ્યા હતાં અને મેં શ્રીખંડ પુરી ખાધાં પણ નહીં અને પછી જે તમને મારી ઉપર ગુસ્સો આવ્યો અને મને અેક થપ્પડ મારી દીધી હતી.તયારે મને બહુ જ ખરાબ લાગ્યું હતું પણ આજે મારુ બાળક જમતુ નથી ત્યારે મને પણ એવો ગુસ્સો આવે છે.હવે મને તમારી લાગણીઓ સમજાય છે.આમે કહેવાય છે કે જ્યાં સુંધી તમે બીજા નાં જુતાં માં પગ નાં મુકો ત્યાં સુધી તમને તેની મુશ્કેલીઓ સમજાતી નથી.તમને જાણતા અજાણ્યા જે પણ દુઃખો પહોંચાડીયા છે તેની હું માફી માંગું છું લવ યુ મમ્મી!
લિ.તમારી ભાવુ