નાની શી જીંદગી જીવવી છે મોજ માં,
મસ્તી ના આકાશ નું વાદળું એક આપશે ને તું ?
ભાગ્ય માં જે લખ્યું, તેટલું જ પામશું,
સંતોષ ના સાગર નું મોજું એક આપશે ને તું ?
વિહરવું છે આકાશ માં, સપનાં કરવા સાકાર,
ધગશ ની કેડી નું પગલું એક આપશે ને તું ?
સંબંધો ના તાણાવાણા નું રચવું છે અનોખું બંધન,
લાગણી ના સૂતર નો તાંતણો એક આપશે ને તું ?
નફરત ની કડવાશ છોડવી છે હવે,
પ્રેમ ની મીઠાઈ નો કટકો એક આપશે ને તું ?