* " મા ને પત્ર " *
#IoveuMaa
મારી પ્યારી મા તુ મને મળી અને મારુ નસીબ બદલાઈ ગયું. મા નો પ્રેમ તારા થી જ મળ્યો. મા ભલે તે મને જન્મ ના આપ્યો પણ આપણો દિલ નો સંબંધ બહુ ઊંચો છે. મા હું જંગલી ઘાસ જેવી હતી તે મને તારા સંસ્કારો નુ સીંચન કરીને ફુલ જેવી બનાવી. આજે હું જે પણ છુ એ મા તારા આશીર્વાદ અને દુવા નું ફળ છે. મા શુ કરૂ તમારૂ વણઁન લખવા શબ્દો પણ નથી જડતા.
મા મારા જીવનના દરેક પ્રોબ્લેમ નુ સોલયુસન તુ છે. મા તે ડગલે પગલે જે હુંફ અને મમતા આપી એના થકી જ આજે હું સલામત છું. મા મારા અંધકાર ભર્યા જીવનમાં તારી મમતાની જ્યોત જલાવી મને ઉજજવળ કરી. મા મારા જીવનના મુશ્કેલ ભયાઁ રસ્તા ને આસાન બનાવનાર પથદશિઁકા છે તુ. મા તારાથી જ મારી દુનિયા છે. મા રસ્તામા પડેલા કાચના ટુકડા ને મા તે કોહિનૂર બનાવી દીધી.
મા તમને શું અપઁણ કરૂ. તારા ચરણોની ધૂળ છું મા. તારા ઉપકારો અને મમતા નું ૠણ હું મારા ચામડીના જોડા બનાવી દઉં તો પણ ના ઉતરી શકે....
લિ...
તારી દિકરી
ભાવના ભટ્ટ અમદાવાદ......