એક પત્ર
-----------
પ્રિય મમ્મી,
મુ. મારી સાથે,
મારા દિલમાં.
ખૂબ પ્રેમ ની સાથે આજે તારી દીકરી નો પત્ર તારા માટે,મારી ના કહેલી વાતો કહેવા માટેનો પત્ર તારા માટે. મમ્મી આજે મારા દિલની બધી જ વાત તને કહી દેવી છે. હું તને thank you નહિ કહું, કારણ કે એ તો બહુ નાના શબ્દો થઈ જશે તારા પ્રેમ પાસે પણ તે જે પ્રેમ , સાથ , હૂંફ આપી છે તે બીજું કોઈ ના આપી શકે.
આજે હું જે કાંઈ પણ છું એ ફક્ત તારા આત્મવિશ્વાસ ને કારણે છું. હું કલ્પના પણ ના કરી શકું કે જો તું મારી સાથે ના હોત તો હું શું કરી શકત ? , મારી શુ હાલત હોત ? , હું ક્યાં હોત ?.
ક્યારેક આવા બધા વિચારો પણ મને ખુબ ડરાવે છે.
આજે બસ એટલું જ કહેવું છે કે તારી વગર હું અધૂરી છું, તું છે તો હું છું, તારા જ શરીરનો એક ભાગ છું , અને જો શરીર જ નહીં તો એ ભાગ શુ ?,
વધારે નહિ કહી શકું બસ એટલું જ કહેવું છે કે,
" નથી રહી શકતી તારા વગર,
અધૂરી છું હું તારા વગર,
વિચાર માત્રથી જ ડર લાગે છે,
તો તું જ કહે કેમ રહી શકીશ હું તારા વગર..."
#loveyoumummy