Gujarati Quote in Blog by Heena Modi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રતિ મમ્મી,
મુ.પો. સ્વર્ગ,
આકાશ માર્ગ,
સૌથી તેજસ્વી સિતારાની બાજુમાં.

પ્રિય મમ્મી,
તું મજામાં હશે...!
તારી અધિક કુશળતા માટે,
તારી બાજુમાં જ બેઠેલા પ્રભુજીને મારી પ્રાર્થના.
અહીં દરેકનો વિકલ્પ મળી ગયો છે.
તારા સિવાય...
પણ, તારે ચિંતા કરવા જેવું અહીં કશું જ નથી.
મમ્મી!
તને એક ખાનગી વાત કરું?
વારે-તહેવારે તારી છબી પર હાર બદલાય છે ને!
ત્યારે તું બ્યુટીફુલ લાગે છે.
મમ્મી!
તને યાદ છે?
હું સ્કૂલની રીશેસમાં નાનાં-નાનાં પગરવે
તારની વાડ કૂદી તારા ઓફિસે તને મળવા આવતી હતી!
પરંતુ...
હવે,
તારી યાદ આવતાં મારા મોટા-મોટા પગ
ક્ષણિક થંભી જાય છે.
ફક્ત ક્ષણિક જ
પછી તો...
હું પણ ખૂબ દોડું... ખૂબ દોડું... સમય સાથે-
હાંફી જાઉં, પણ થાકું નહિ, સતત... સતત... દોડું.
કારણ...
તને ખબર છે?
મમ્મી!
અહીં એકવીસમી સદી ચાલે છે.
દુનિયાદારીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે.
મારામાં પણ...!
પણ, મમ્મી!
અહીં નથી બદલાઈ તો-
છબીમાં તારી સાદી
અને,
નથી મળી તો
તારી દીકરીને ‘મમ્મી...’

લિ.
તારી દીકરી
સ્પૃહા

Gujarati Blog by Heena Modi : 111042569
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now