માં એટલે મોં ભરાઈ જાય એવો એક અક્ષર ..માં એટલે એક અક્ષર જેમાં વિશ્વ હોય …માં એટલે એવો અક્ષર જેમાં વિશ્વ સમાઈ જાય ,શકે ..માં એટલે બંદ હોઠ ખુલવાની ક્રિયા ,માં એટલે ખુલેલા હોઠ માંથી દુનિયા ની દરેક ભાષામાં બોલાયેલો પહેલો શબ્દ …માં એટલે દુનિયાનો ખૂણો ,છેડો ,કે પછી દુનિયા ?? માં એટલે વહેંચ્યા પછી પણ અવિરત વધતું વહાલ …માં એટલે મને લેવા પોતાની જિંદગીને મોતના હાથમાં સોંપીને મારો હાથ ઝાલીને દુનિયામાં લઇ આવતો દેવદૂત ….માં એટલે બાબી ,માં એટલે કારેલાનું શાકમાં રહેલું ગોળનું ગળપણ ..માં એટલે રસોઈ કરતા સાડીને છેડે લુછી જતો હાથ ..માં એટલે મારા હાસ્યમાં જોવાતું એનું હાસ્ય મારા દુઃખનું એની આંખમાંથી વહી જતું આંસુ …માં એટલે મને સૌથી સમજાતી અને સમજતી વ્યક્તિ …માં એટલે મારે માટે ખાટ્ટી મીઠી દાળ …માં એટલે મોળો ભાત અને દહીં …માં એટલે સૌના સપનામાં જાત ને ખોઈ નાખતું વ્યક્તિત્વ …માંનું સરનામું જે દુનિયાના કોઈ પણ દેશના ઘરમાં રસોડું હોય એવી વ્યક્તિ ….માં એટલે સૌથી પહેલી જાગીને સૌથી મોડી સુતી વ્યક્તિ ….માંનો સ્પર્શ એટલે કોઈ પણ દુખની પહેલી દવા ..માં એટલે મારા દુઃખમાં આખી રાતનો ઉજાગરો...Love you maa forever,