મારા શબ્દોમાં એ લાગણી શોધવાની કોશિશ ના કરો
હું મેહુલ જ છું એવું સમજવાની કોશિશ ના કરો,
અનેક કષ્ટો વેથી બને છે માણસ મહાન,
એમની સફળતા જોઇ નિષ્ફળતાને નજરઅંદાજ કરવાની કોશિશ ના કરો,
પોતાના જ વિચારો બદલી રહ્યો છે આજે માણસ,
જમાનાને દોષ દેવાની કોશિશ ના કરો,
આંખમાં ખૂંચી રહ્યો છે માણસનો શાંત સ્વભાવ,
પાણી શાંત જોઈ એની ગહેરાઈ માપવાની કોશિશ ના કરો.
રોજ બદલાય છે અંદરો અંદર માણસ
જેણે બનાવ્યા એને જ બનાવવાની કોશિશ ના કરો.