Gujarati Quote in Song by AmiManthan

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરે, કહું છું મને સાંભળ, બસ એક વાર તો સાંભળ,
હું તું છું ને તું હું જ છું, બસ એક વાર તો સાંભળ..

તારા અંતર માંથી વિસ્ફુર્તિ વેદનાઓ ને ક્યાં સુધી અવગણશે,
ક્યાં સુધી ભટકતો રહીશ એમ તેમ, બસ એક વાર તો સાંભળ...

મૃગજળ પાછળ દિશાવિહીન બની તું ક્યાં સુધી દોડશે,
કંઈક તો વિચાર તું ક્યાં સુધી ભાગશે, બસ એક વાર તો સાંભળ...

તારી લાગણીઓ પુકારે છે તને, ક્યાં સુધી અજાણ્યો બનશે,
તારા ખોવાયેલા સપનાઓ ને શોધી, બસ એક વાર તો સાંભળ...

ક્યાં સુધી બીજા નું કહ્યું માની તારી બધી ઇચ્છા ઓ ને મારશે,
તારા હ્દય માં વાગતા અસંખ્ય તારો ને, બસ એક વાર તો સાંભળ...

થાકી ને હારી ને તૂટી ને ક્યાં સુધી હથિયારો ને વેગળાં મુકશે,
સમય વહ્યો જશે ને તું એકલો રહી જશે, બસ એક વાર તો સાંભળ...

આદિ થી અનંત સુધી બસ તું ને હું જ છે,
ઓ મારા મન, બસ એક વાર તો મને સાંભળ...

તને જોડે રાખી ઈચ્છાશક્તિ વધારવી એ મારી જીત હશે,
મળેલી સફળતા તારા મારા થી પર આપણી જ હશે,
બસ એક વાર તો મને સાંભળ...
બસ એક વાર તો મને સાંભળ...

Gujarati Song by AmiManthan : 111042241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now