Gujarati Quote in Blog by Alkesh Chavda Anurag

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#LoveYouMummy

મારી વ્હાલી મમ્મી...

સીમિત શબ્દોમાં તારું વિરાટ વ્યક્તિત્વ આલેખવું અશક્ય છે... જગતપિતાથી પણ અધિક ઉપકારી હે માતા તારી નામના વર્ણવવા દુનિયાના કોઈ લેખક કે કવિના શબ્દકોશમાં પણ એ શબ્દો મળવા મુશ્કેલ છે...

છતાં હું તારી મહાનતા વર્ણવું જેમાં મૂર્ત રૂપે દેખાતા શબ્દોમાં વિલીન તારો ઈશ્વરીય આભાસ તારા સિવાય કદાચ કોઈ વાંચી પણ ન શકે...

તારા ઉપકારોને જો હિમાલય સાથે સરખાવું તો એ ગિરિવર પણ વામન પુરવાર થાય.

હું તો એટલા સુધી કહીશ કે...
જો તને પરમેશ્વરની ઉપમા આપું તો પણ તારી સાથે બેઇમાનીજ ગણાશે, કારણ સ્વયં જગતપિતા પણ તારો પાવન પ્યાર પામવા તારા થકીજ ધરા પર અવતરી શકે છે...

"ભગવાનને ભજવાથી તું મળી જાય એ એક સંભાવના છે, પણ હે મા તને ભજવાથી ભગવાન મળે એ એક વાસ્તવિકતા છે..."

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Blog by Alkesh Chavda Anurag : 111042149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now