. *અધિકાર*
. :::::::::::::::::::::::::::
લાગણી હતી આગળ ગયા,મોહ અમારો દેખાણો
સબંધમાં અમારે કહેવાનો શું અધિકાર નથી ?
તમે કહો એ બધું સાચું જાણ્યું,મે કહ્યુ એ થયું ખોટું બધું
ખોટી વાતમાં અમારે બોલવાનો શું અધિકાર નથી ?
ફરતા ફરતા સબંધો હોય,ભરોસાથી આગળ વધાય
ગેરસમજણ માં અમારે બોલવાનો શું અધિકાર નથી ?
ઝીંદગી ભર ચાલે માત્ર એક સબંધ,હોય ભરોસાની ડોર
ભલે કહેતા વિરોધીઓ,છતાં આત્માની માને જે વાત
બધું હું જ સાચું કહું એ સાચું જ નથી માની લેવાતુ !
કપાઈ સબંધ તો, તમારે બોલવાનો શું અધિકાર નથી ?
લાગણીથી મનાવવામાં આવે,ભરોસો દેવડવવામાં આવે
વિરોધી વાતો બનાવે, સમજવાનો શું અધિકાર નથી ?
આપણું આપણી પર જ બધું બરાબર હોય છે
બીજાની વાતથી સબંધ બગળે,મોટો નથી થતો
આટલો ભરોસો અપાવ્યો,સાચા દિલથી સાથ આપ્યો
ગેરસમજણ મારી,તો સમજાવવાનો શું અધિકાર નથી ?
_________________________________
ધવલ રાવલ
TRUST ON GOD