Gujarati Quote in Blog by aateka Valiulla

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#LoveYouMummy
માઁ... એવૂ ન કર માઁ.... માઁ... મારા માટે તારું જીવન ન ટૂંકાવ માઁ...તારો અપાર પ્રેમ મેં તને જોયા વગર જ પામી લીધો છે માઁ....તારા ગાલ પર પડેલો મારા કહેવાતા પપ્પા ના હાથ નૉ તમાચો મને પણ અમુક અંશે વાગ્યો હતો.....મારા કહેવાતા દાદા દાદી નાં કડવા અને તીક્ષ્ણ શબ્દો નાં બાણ જેયે તારા હૃદય ને વીંધી નાખ્યું...ઍ શબ્દો મને પણ ડંખયાં હતાં માઁ...તારા જ પોતાના કહેવાતા લોકોએ તારી અવગણના કરી... ઍ ખાલી તારી નહીં..તારા સાથે જોડાયેલ મારા અસ્તિત્વ ની પણ અવગણના હતી...પણ માં ગર્વ છે મને તાર પર કે તુ ફક્ત મારા માટે આંખી દુનિયા સાથે લડી..મારા અસ્તિત્વ ને આ જગ દેખાડવા તું કેટલાયે ઝેર નાં ઘૂંટડા ગળી.. પણ છેવટે તને હાર માનવી પડી કારણ કે નિર્દય એવાં તારા જ પોતાના લોકોએ તારા પર માનસિક અને શારીરિક ત્રાસ નૉતર્યું.અને છેવટે તારા પાસે મારો ત્યાગ કરવા સિવાય કોઈ રસ્તો ન વધ્યો..જયારે હૂં તારા શરીર માં થી લોહી બની વહી જતી હતી તયારે તારું હૃદય પણ લોહી નાં આંસું એ રડતું હશે.એ મૌન ડુસકા તારા મેં પણ સાંભળ્યા હતા માઁ કારણ કે છેવટે હતી તો હૂઁ તારો જ હિસ્સો જે તારા માં જ જીવતો હતો..અને એજ સમયે મેં પ્રભુ ને પ્રાથના કરી હતી કે આ જન્મ માં તો મેળ નાં પડ્યો.. પણ આવતાં દરેક જન્મ મા મને તારી દિકરી જ બનાવે..અને ઍવિ દિકરી જ઼ેનાં નામ પાછળ ફક્ત તારું નામ લાગે.એવી દિકરી જેનાં દિકરી હોવા પર આંખી દુનિયા ને ગર્વ હોઇ..એવી દિકરી જેને જાણ્યા અને સમજ્યા પછી કદી પણ કોઈ ઘર માં કોઈ દિકરી નો જન્મ પેહલા અંત ન આવે...પણ સાંભળ હૂઁ તો પોહચી ગઇ પ્રભુ પાસે માઁ.. તું એમ હાર ન માન...મારા માટે જીવી જા..તારું જીવન આમ ન ટૂંકાવ...હૂઁ તો ન બની શકી..તું દિકરી બની બતાવ.અને અંત માઁ બસ આટલું જ કેહવું છે કે i love you માઁ..તારી ન જન્મેલી દિકરી...
નોધ:આ કહાની દુનિયા માં રહેલી એ દરેક માઁ ની છે જે સમાજ ના ભાર નીચે પોતના સપનાઓ ને મૃત્યુ પામતા જુવે છે.. પોતાના જ અસ્તિત્વ ના હિસ્સા ને લોહી બની વહી જતા જુવે છે....એવી માઁ.. જે પોતાનાં જ જીગર નાં ટુકડા નો ત્યાગ કરે છે.. એવી બધી જ માઁ...અને એમને સહેલી વેદના..જે કદી પોતાની દિકરી ના મોઢે loveyoumumy સાંભળી નહીં શકે..એવી બધી જ માઁ માટે એમની ન જન્મેલી દિકરી નો સંદેશ છે...

Gujarati Blog by aateka Valiulla : 111042094
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now