અજાણતા બંધાઈ જાય છે - તે સંબંધો
દૂર હોવા છતાં નજીક રાખે છે - તે સંબંધો
નિઃસ્વાર્થપણે વહે છે નિરંતર - તે સંબંધો
નથી કોઈ કારણ જેના અસ્તિત્વનું - તે સંબંધો
જેની નથી કોઈ મંઝિલ - તે સંબંધો
જેમાં કશું જ ન મળવા છતાં મળે છે બધું - તે સંબંધો
જેમાં વહે છે લાગણીઓ,બની મલ્હાર - તે સંબંધો
ઓળખાણ કરાવે છે અજાણ્યાઓની - તે સંબંધો
બધું ગુમાવી દીધા બાદ પણ અનેકગણું મેળવી આપે -
તે સંબંધો
હંમેશા પોતાની યાદ દેવડાવે છે - તે સંબંધો