દીકરીનો જન્મ
આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે,
લાવ્યા સો સો કમળની સુવાસ...
એના વેણલે વહાલ નીતરે,
એને ટોડલિયે ટહુકાર.....
જ્યાં જ્યાં સ્પર્શે ત્યાં સોહે શણગાર,
આજે ઉત્સવ મારે આંગણે.....
એતો ઘરનું છત્તર ઘર ની છાંયડી,
ઘરની અગાસી નું ખુલ્લું આકાશ....
બે બે કુળ ના ઉજળા કરીશ,
મારે હૈયે હૂફ ને જીવતરની હાશ...
આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે,
લાવ્યા સો સો કમળની સુવાસ...