Gujarati Quote in Blog by aateka Valiulla

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#loveyoumummy
માઁ... જેટલો અણસમજુ તું મને સમજે છે એટલો પણ અણસમજુ નથી હું... જોયો હતો તારો ફિક્કો પડી ગયેલો ચેહરો જ્યારે તેં મને સિગ્નલ પર પેહલી વાર હાથ લંબાવી ભિક માંગતા જોયો હતો.....કેટલીયે મૌત મરી હશે તું એ દૃશ્ય જોઇ ને માઁ.. એ તો તું અને તારા પ્રભુ જ જાને...જ્યારે સવારે સ્કૂલે જતા નાનાં નાનાં ભુલકાંઓ ને તું જોતી હશે તો તારું દિલ કેટલું દૂભાતૂ હશે માઁ કારણ કે તું જાણે છે કે ચાહી ને પણ તું મને કદી સ્કૂલે જતો જોઇ નહીં શકે....જ્યારે ફૂટપાથ પર રાત્રે મને મેલાઘેલા અને ફાટેલા કપડા પહેરેલો.. ઠંડી માં ઠુતવાતો..સૂતેલો જોતી હશે તું.. ત્યારે તું પોતાની જાત ને દોશી ગણી નેં કેટલાયે અપશબ્દો પોતાની જાત ને કહેતી હશે માઁ...રોજ તારા ઘાં પડેલા હાથ હૂઁ જોવ છું માઁ... કાળી મજૂરી કરે છે તું..સવાર થી રાત સુધી..ખાલી એટલાં માટે કે તારો દિકરો રાત્રે ભૂક્યો ન સુઈ જાઇ..મારા માટે બે રોટલા લાવે તું.. અને પોતે..?.ભૂખી જ સુઈ જાઇ.. જૂઠું બોલે કે હૂઁ તો કામ કરું છું ત્યાં જ જમી ને આવી...માઁ ખબર છે મને પણ કે તેં પણ મારા માટે કેટલાયે સપના જોયા હશે..જેમ બધી જ માઁ જુવે..."મારા દિકરા ને આમ ભણાવીશ...મારા દિકરા માટે આવા કપડા લાવીશ..મારુ જીવન જેમ વ્યતીત થયુ એમ મારા દિકરા નું નહીં થવા દવ.".. અને તારા એજ સપના મે તૂટતાં પણ જોયા છે માઁ...જયારે હૂઁ ક્યારેક ભુખ નાં લીધે રસ્તા નાં પેલા કચરા ના ડબ્બા માં કાંઈક જમવા નું શોધું તો તુ દુર ઊભી ઊભી રડતી હોઇ..માઁ.. મારી ઇચ્છા નથી હોતી એવૂ કરવા ની પઁણ માઁ ભૂખ મારા પાસે એવૂ કરાવે છે...જયારે મોટા મોટા વ્યભિચારી લોકો મારા મેલા ઘેલા શરીર ને જોઇ મને ધૂતકારે..મોઢું બગાડે..ત્યારે તને એમનાં પર આવતો ગુસ્સો મે તારા ચેહરા ના ભાવ થી વાંચ્યો છે..માઁ એક સાચી વાત કહું..મને મારા આવા જીવન થી કોઈ જ વાંધો નથી.કારણ કે તું મારા પાસે છે..તારા આગળ આ દુનિયા ની બધી જ સંપતિ ઓછી પડે... ફૂટપાથ પર પણ જો તું મારા બાજુ માં મને છાતીએ વળગાડી ને સુવડાવીશ તો નરમ પથારી જેવો આરામ મળશે.. તું વાસી રોટલો પણ જો તારા હાથે જમાડશે તો એમા પણ નવપકવાન નૉ સ્વાદ મળશે.લોક..બસ એટલું કરજે માઁ કે હમેશા મારા જોડે રહેજે..કારણ કે મારા પાસે તું છે.. એટ્લે સમગ્ર સંસાર નો સુખ છે..તારો છોટુ..
નોંધ:આ મારી નહીં..પણ કાલે સિગ્નલ પર મળેલા છોટુ અને એની માઁ ની કહાની છે... કારણ કે માઁ તો માઁ જ હોઇ..મારી હોઇ તમારી હોઇ કે પેલા મેલાઘેલા કપડા પહેરી ને ફરતા છોટુ ની હોઇ...

Gujarati Blog by aateka Valiulla : 111041917
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now