Gujarati Quote in Story by Ravindra Sitapara

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#LoveYouMummy

એકાક્ષરી મહાકાવ્ય એટલે મા. મમ્મી, આજ સૂધીની જિંદગીમાં મારી ઉપરનાં તારા કેટકેટલા ઉપકાર ગણવા રહ્યા ? તારી આંગળીએ મેં મારા જીવનનું પ્રથમ ડગલું માંડ્યુ. ઈનામ હું લાવતો, તેનો બમણો આનંદ તને થતો. ઈજા મને થતી પણ પીડા વધુ તને વધુ થતી. દરેક પગલે મારો સાથ તે હંમેશા નિભાવ્યો છે. મારી ભૂલોને તે સુધારી છે. મારા શોખ, મારા કામને તે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. તે મને જીવન જીવવાની સાચી રીત શીખવી. ઈશ્વરને તો મેં ક્યારેય જોયા નથી, પરંતુ એ તારા જેવા જ હશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. તારા વિશાળ હૃદયનાં ભંડારમાંથી છલકતો પ્રેમનો પ્રવાહ અવિરત મળતો રહે એ ઈશ્વરને પ્રાર્થના.

Gujarati Story by Ravindra Sitapara : 111041879
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now