#LoveYouMummy
માં !
શબ્દ સાંભળતા જ વિકલ્પોનો કકળાટ શાંત થાય છે, સંકલ્પો બધા તારા થાય છે, મારા પ્રશ્નો પર પૂર્ણવિરામ લાગી જાય છે.
હું પ્રેમિકા માટે ચાંદ તારા લઇ આવીશ, પણ તું માત્ર ઈચ્છા કર,આખું બ્રહ્માંડ ચરણે ધરી દઈશ.
તને લાગશે મારો કાનો મોટી મોટી વાતો કરવા લાગ્યો, નાનો હતો ત્યારે અંધારાથી પણ ડરતો ! માં એ અંધકારે તને ડરાવી હોત તો હું એની સાથે બથ્થમબથી આવતે.
હું 28 નો થયો; ક્યારેક તારી ફરિયાદ કરવાનું મન થાય છે, પણ તું 'કાનો' કહીને બોલાવે 'ને હું નાનો થઈ જાઉં છું, ફરિયાદીમાંથી ફરી આરોપી બનવા તૈયાર થઈ જાઉં છું.
લી. તારો કાનો.