#Love YouMummy
પુજ્ય માતા..
વ્હાલી મા ! ઘણાં'ય વખતથી મારા મનમાં કેટલાંક વિચારો ચોમાસાંના કાળા વાદળોની જેમ ભમી રહ્યાં છે. જે આજે તને આ પત્ર દ્વારા જણાવું છું.
મા તારા ઉપકાર વિશે લખું તો દરિયા જેટલો કાગળ પણ ઓછો પડે.મારો અઢળક પ્રેમ છે તારા પર...જીણી જીણી બાબત કે જે હું ચુકી ન જાઉં એનું તું ધ્યાન રાખે છે.ખરેખર આ જ્યારે માત્ર યાદ કરું છું ને મારી આંખો ભરાઈ આવે છે. સાત અજાયબીઓ તો દુર... મા તુ જ મારી માટે તો પ્રથમ અણમોલ રત્ન છે.
' મારા ધડકતાં દિલનો શ્વાસ એટલે મા...
મારી બંધ આંખોનો ઉજાસ એટલે મા..... '
- તારો વ્હાલો....
દીકુડો