આખરે એ મદદ જ તો હતી-
જેણે ઓળખાણ આપી હતી તમારી.
એણે જ તો કંઈક કેટલાયના મેળાપ કરાવ્યા,
ને ઓળખાવ્યા વિચારો તમારા ને અમારા
એણે જ ચૂપકીદી તમારી ને અમારી દૂર કરી.
મદદે જ રહસ્યોને રહસ્યો દ્વારા ઉકેલ્યા
એ મદદ જ 'હતી', 'છે' - જે કારણ વગર
પણ કારણ ઊભું કરે છે સંબંધોનું.
તમે મદદનો સંબંધ રાખ્યો અમારી સાથે,
અમે તો એય સંબંધ ના રાખ્યો.
શું કરીએ ! તમે એની જરૂરત જ ન રાખી.
મદદ હતી વાતોનું કારણ ને કારણની વાતોની શરૂઆત.
આશા રાખીશું જો દૂર થાય સંબંધ તો
કારણ પણ મદદ જ બને.....