Gujarati Quote in Story by Dimpal Kapadiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Love YouMummy

આદરણીય અને વ્હાલા મમ્મી...
તમારી યાદ એટલે અેક સ્મીત મઢયો અને મમતા થી ભર્યો ચહેરો .મારા મને તમે અેટલે અેક સ્નેહ નીતરતું ઝરણું! આ ઝરણું એવું છે જે સતત વહેતું રહે છે.તમારા સ્નેહ ના પ્રવાહે મને આ દુનિયા માં જીવતા શીખવાડ્યું છે.મારી દરેક જીત મા તમારો પ્રેમાળ હાથ મારી પીઠ થાબડે છે,તો દરેક હાર માં મારી ભીની આંખો લૂછી ને ફરી આગળ વધવા હિંમત આપે છે.
ભલે હું ઘણી વાર મમ્મી તમારા પર ગુસ્સે થાઉં છું પણ તમે તો હંમેશાં માત્ર સ્નેહ જ વરસાવ્યો છે.મારા હદય માં સૌથી ઊંચું સ્થાન મમ્મી તમારું જ છે.મમ્મી તમારા ખોળામાં માથું મૂકી બાળક બનવા ની શરમ ક્યારેય નથી લાગી.તમારા હાથ નુ ભોજન ભલે ક્યારેક ન ભાવતુ હોય પણ તમારો સ્નેહ તો મારી મનભાવન વાનગી છે.
આજે પણ તમારો સ્મીત ભર્યો ચહેરો ભીડ માં અલગ તરી આવે છે, તમારા પગલાં નો રણકાર આજે પણ એકલતા માં હાજરી નો અણસાર આપી જાય છે,તમે મારી પ્રેરણા છો.હુ ભવિષ્ય માં કેવી 'મા' સાબિત થઈશ એતો ખબર નથી,પણ તમારી ગરીમા ને તો નહીં જ આંબી શકું.
ભવિષ્ય માં ભલે મારી ઓળખ બદલાય જાય પણ કોઈ પૂછશે તો એક ઓળખ કાયમ રહેશે કે 'હું મારી મા ની દીકરી છું.'
તમારી મારા માટે ની લાગણી ઓ ને શબ્દો માં વણી ન શકું, છતાં કહેવા નો પ્રયત્ન કરું મમ્મી; ધન્ય છો તમે; થેન્કયુ મમ્મી, લવ યુ મમ્મી!

Gujarati Story by Dimpal Kapadiya : 111041647
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now