મમતા ના મહાસાગર માં મઝધાર માં હિલોળા ખાતાં આ જીવન ને જેને કિનારા આપ્યા એ આપ છો માં!
અંધકારમાં જેણે એક તાંતણે આધાર આપ્યો એ આપ છો માં!સદા ઋણી રહીશ આપનો નવ નવ મહિના ઉદરમા આસરો આપ્યો તે આપ છો માં!
સંસારમાં આવી હું ડરી નહીં એ માટે છાતીએ લગાડી હુંફ આપી એ આપ છો માં!
મારા રડતાં મારી વેદના જાણી હૈયે લગાડતા એ આપ છો માં!
આંખ માં નિંદર હોય આપની તોય હાલેડા સંભળાવી મિઠી નિંદ લઈ જતા મને એ આપ છો માં!
બચપણમાં દરેક ઈચ્છાઓ પૂરી કરાવી આનંદ આપ્યો એ આપ છો માં!
નર કહે આપનો આશરો અને આશિર્વાદ સદા અખંડ એવી ક્રૂપા રાખજો હો માં!