Gujarati Quote in Microfiction by Amita Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે એને પિયર બહારગામ થી રહેતો એનો ભાઈ આવેલો. ઘરકામ, સફાઈ અને રસોઈ માત્ર ત્રણ શબ્દો માં સીમિત એનું ગૃહકાર્ય અનએન્ડીંગ ચાલતું. એ પતાવ્યા વગર કે ઘરનાં ની સંમતિ વગર એને ક્યાંય બહાર નીકળવાની છૂટ નહોતી. સાસુ-સસરા, પતિ, દિયેર, નણંદ અને બાળકો નું કામ કરતાં સાંજ પડી.



સાંજ ની રસોઈ કરતાં કરતાં પ્લેટફોર્મ પર રોટલી કરતાં કરતાં , સોનુ ને એણે પૂછ્યું,” આજે શું ભણાવ્યું ? “ સોનુ એ કહ્યું, “અન્યાય કરનાર અને અન્યાય સહન કરનાર એક સરખાં ગુનેગાર છે “.



સાડી ના પાલવ થી આંખો ના આંસુ લૂછી, તરત ગેસ બંદ કરી એણે પિયર જવા બેગ પેક કરી.

Gujarati Microfiction by Amita Patel : 111041511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now