"પત્ર"
"હેલો માય ડીયર શબ્દ"
વાક્ય ની સાથે તારી ગોઠડી કેમ ચાલે છે?.. પણ, સાંભળ્યું છે કે.. તું વાક્ય સાથે બહું અભિમાન માં ચાલે છે.. અનેં કહે છે કે "જો હું છે તો જ તું છે..પણ ભાઈ શબ્દ.. મારી ડાયરી માં આવી ખોટી ધમાલ નહીં ચાલે.. ખોટાં રાજકારણ મારાં પાનાં નેં પચતાં નથી.. તારાં થી વાક્યો બને છે એકદમ બરાબર.. તારાં થી શબ્દભંડોળ બને છે સાવ સાચું.. તારાં થી જ કાગળ અનેં કલમ ની હસ્તી ટકે છે અેમાં બેમત નથી.. પણ.. પણ.. પણ.. તું એ શું ભૂલી ગયો કે.. પેલાં કક્કો અનેં બાળાક્ષરી નાં અસ્તિત્વ થી જ તારું અસ્તિત્વ છે.. ભૂલી ગયો ને? મનેં ખબર જ હતી.. તો ચાલ તનેં યાદ કરાવું.. અનેં હવેં પછી ભૂલવાની ભૂલ નાં કરીશ.. કક્કો થી શબ્દ.. શબ્દ થી વાક્ય.. વાક્ય થી ફકરા.. અનેં વાર્તા.. નિબંધ.. કવિતા..નાટક.. ગદ્ય ને પદ્ય.. અધધધ.... કેટલી પેઢી નાં આ અવિરત ચાલતાં લોહી નાં સંબંધો જેવાં તમારાં જોડાણ.. અનેં એ બધાં થી જ બની મારું ડાયરી.. અનેં તેનાં દિલ પર (મારાંહસ્તાક્ષર) મારી સંવેદના નાં મંડાણ.. લાગણીઓ નાં પ્રોત્સાહન થી સંબંધો નાં સન્માન.. હા શબ્દ તું જ છે મારો ખાસ.. પણ, જો જે વ્હાલાં કક્કાનેં પણ મારાં લાડ ની ઘણી આદત છે.. અનેં જશોદામા બનવાની મારી હંમેશાં લાલચ છે.. તો હે વ્હાલાં શબ્દ.. ચાલ એકમેક સાથે મળી પાછાં આપણી ડાયરી તરફ વળીએે ..મારી લાગણીઓ નાં દરિયા નેં સૌનાં હૈયે ઠાલવિયે.. પ્રેમ નાં સ્પંદન થી સૌને પ્રેમાતુર કરીએ.. આવ આપણેં સાથે મળી.. એક નવું આભ રચીએ.. જેમાં તારા ની કલમ થી ચંદ્રમા ની ડાયરી માં આ સૃષ્ટિ નાં રચયિતા "માધવ"નું નામ લખીએ.. મીસ મીરાં..