Gujarati Quote in Shayri by Sureja Rajkumar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંઝિલ છે મુક્કરર અને સફર ની છે વાટ અજાણી
શાંત એકાંત,એક સાંજ અને એક સફર ની અધૂરી કહાની

સરિતા કેરું સોંદર્ય અને શરદ નિયે લીલી વધામણી
મૌસમ મોહક,નમણો નઝારો પણ તમારા વગર શી ઉજાણી
શાંત એકાંત,એક સાંજ અને એક સફર ની અધૂરી કહાની


નવોઢા જેવી ધરણી અને માથે રૂપેરી આભની છાવણી
નશીલી વાતો, અફીણી યાદો અને તારો વિરહ જાણે શરાબ પુરાણી
શાંત એકાંત,એક સાંજ અને એક સફર ની અધૂરી કહાની


મિત્રો કેરો સંગ અને મન ની વ્યથા કોઈ જાણી અજાણી
તારી યાદો,મારી ફરિયાદો અને કાગળ કલમ ની કુશ્તી પેલી જુનવાણી
શાંત એકાંત,એક સાંજ અને એક સફર ની અધૂરી કહાની

Gujarati Shayri by Sureja Rajkumar : 111041376
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now