Gujarati Quote in Song by Bindiya

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એય.. !હાલ ને દિવાળી ના કામ કરીએ..?
મને તો હજું એ ખૂણો એ કબાટ યાદ છે
એમાં કચરાથી કોમપ્લીમેન્ટ સુધીનાં સંભારણા
યાદ છે તને.?

એય...!હાલને દિવાળી નું કામ કરીએ?

મજાના હતાં એ દિવસો મમ્મી એ સાફ કરવા કહેતી
અને હું ..હું યાદ તાજી કરી ફરી એમા જ ભરી દેતી.
મમ્મી એ ફેંકી દેશે એ ડર યાદ છે તને?

તો હાલને દિવાળી નું કામ કરીએ?

હવે તો વર્ષો થયાં એ કબાટ અને ખુણા ને અડયા..
કંઈક અહમ ને હું પણા ના જાળા લાગ્યા છે.
હાલ ને આજ ફરી એ યાદ ને જીવતી કરીએ.?

આજ ફરી દિવાળી નું કામ કરીએ?

બધાંના બાળપણ માં બન્યુ જ હશે
અરે આજે પણ એમ થતું હશે
કે લાવને નકામુ બધું કાઢીનાખુ
આ ખુણાને હવે સાફ રાખું
પણ કયાક તો લાલચ થતી જ હશે
કે હજું આને સંઘરી રાખું..?

તો ચાલને આજ ફરી જીવીએ ..
અને હાલ આજ ફરી દિવાળી નું કામ કરીએ?

@B

Gujarati Song by Bindiya : 111041364
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now