Gujarati Quote in Story by Bhavna Bhatt

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય નાનપણથી જ ખૂબ જ દેખાવડો, માસુમ, સમજદાર અને ડાહ્યો. પણ એને ખોટું સહન ન થાય તો ગુસ્સે થતો. મા- બાપ અને દીદી નો લાડકો ભઈલુ. સ્કુલે જવા માટે રેગ્યુલર. કોઈ દિવસ રજા પાડવી ના ગમે. મેથસ મા 98 માકૅસ લાવે 100 માથી. સ્કુલ મા લંચ બોક્સ મા એની પાસે મમરા કે વઘારેલી ભાખરી સિવાય કશું જ ના હોય બધા દોસ્તો થી દૂર એકલો બેસી નાસ્તો કરે. મા - બાપ ની પરિસ્થિતિ સારી ન હતી. ઘણી વખત તો 1ટાઈમ જમીને જ સુઈ જતા.
અભાવ મા ઉછરેલો જય, પણ કોઈ માગણી કે કોઈ વસ્તુ માટે જીદ નહીં. વાર તહેવારે કોઈ એ આપેલા રૂપિયા માથી મોટી બહેન ને પેસ્ટ્રી ખવડાવે પણ પોતાના માટે એક રૂપિયો ના વાપરે. એમ કરતા દસમા ધોરણમાં આવ્યો જય. દસમા ના વેકેશન થી જ નોકરી ચાલુ કરી. દસમા ધોરણમાં 88 ટકા સાથે ઉત્તીર્ણ થયો. સારા ટકા હતા અને જય ને સાયન્સ ફેકલ્ટીમાં મા જવુ હતુ. 12 ધોરણ પછી એન્જિનિયરિંગ કોલેજ મા ઈ.સી એન્જીનિયરિગ નુ ભણવા ગયો પણ કપડાં તો કુટુંબ ના લોકો એ આપેલા જ પેહરતો નવા કપડાં ખરીદી પહેરવા રૂપિયા ન હતા. કોલેજ મા મિત્રો થયા પણ સ્વભિમાન જય પોતાની પરિસ્થિતિ કોઈ ને ના કહે. ખૂબ જ મહેનત કરી ડિગ્રી મેળવી. પોતાની મહેનતથી પાઇ પાઈ જોડી ભેગા કરેલા રૂપિયા મા થી હપ્તે બાઇક લીધી. બધા મિત્રો મોઘા મોબાઈલ વાપરતા પણ જય પાસે તો મા તરફથી 12 ધોરણ મા પાસ થયો એની ગિફ્ટ રૂપે મળેલ ફોન હતો. પણ તોય જય સંતોષી જીવન જીવતો અને મહેનત કરતો. સારી જોબ મળી પણ હરિફાઈ ના આ યુગમાં નિતી નિયમો થી ચાલનાર જય ટકી શક્યો નહીં. બીજી જોબ મળી નોકરી કરી જાતે પોતાના રૂપિયે લગ્ન કર્યા. લોકો બાપ કમાણી પર લહેર કરતાં પણ જય ના ભાગે જવાબદારી સિવાય કશું જ ના આવ્યુ.
જય બીજા નુ દુખ જોઈ રડી પડતો અને મદદ કરતો. ગરીબ છોકરા ને ભણવામાં યથા શકતી મદદ કરતો. બહુ જ ટેલેન્ટ છે જય મા એ સારો ફુટ બોલર છે, સારૂ કિકેટ રમી જાણે છે, સારો કૂક છે, સારો મોડેલ બની શકે તેમ છે. અથાગ મહેનત કરી જય પોતાના મા બાપ અને પત્ની ની ઈચ્છા ઓ પૂરી કરે છે. પણ પોતાના માટે હાલ પણ કશુ ખરીદતો નથી. સ્વભિમાન થી જીવતો જય પોતાને શું ભાવે કે શું ગમે એ બધુ છોડીને બધાને ખુશ રાખે છે...............
" ભાવના ભટ્ટ અમદાવાદ "

Gujarati Story by Bhavna Bhatt : 111041298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now