બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
અને રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ
નથી છીપાતી તરસ ફ્રીજ ના પાણીથી
કેમકે રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ
થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે કિલોમીટર મને દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ
મારવા પડે છે મિત્રો ના દ્વારે હવે ટકોરા
કેમ કે સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
ત્યાંર ની એ દફ્તરને એ મારી પેનને પાટીયું ખોવાયુ
ધણા દોસ્તો છે ફેસબુક અને વોટસએપ મા
પણ લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ.