. *ડાયરો*
. ~:::::::::::::::::::::::::::::::~
જીવનમાં મસ્તી લખાઈ,ચહેરા પર સ્મિત લખાઈ ગયું
દુઃખમાં પણ સુખ આવ્યું,લાગ્યો જ્યાં ભગવાનનો ડાયરો
ઉપાધીને તમારે શરણ રાખી,ચિંતાને આવજો કહ્યું
હવે તો પડે કોની જરૂર,લાગ્યો જ્યાં ભગવાનનો ડાયરો
ભલે આવતા પાસાં ઊંધા,સમય ભલે થાય ખોટો
કરે શાંતિથી કામ,લાગ્યો જ્યાં ભગવાનનો ડાયરો
જીવન ભલે બનતું કઠિન,પરિશ્રમ એ જ કલ્યાણ
ધેર્યથી આગળ વધાય,લાગ્યો જ્યાં ભગવાનનો ડાયરો
હસતા ચહેરે આગળ વધે,હસતા હસતા દુઃખો ભૂલે
દુનિયા દીવાની થાય,લાગ્યો જ્યાં ભગવાનનો ડાયરો
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
TRUST ON GOD