સજાવટ તો બહુ કારી ઘરમાં હવે સબંધોમાં સમજાવટ કરવા આવી જાવ
દિવાળી ની સફાઈ ચાલુ કરવાની છે
જો કોઈની ઈચ્છા હોય તો આવી જાવ
આળસની પથારી ઉંચકીને આવી જાવ ને સ્નેહની ચાદર ઓઢાડી જાવ
મદદની થાળી તૈયાર કરીને આવી જાવ સ્વાદના રસપાન કારાવી જાવ
સંબંધો પર વરસના લાગેલા જાડા ને સાફ કરવા આવી જાવ
રંગોની ચમક ચમકકવવા આવી જાવ
ટાઇલ્સ પાર તમારા પગલાંની ધૂંધડી થાય ગયેલ છાપને ફરી ચમકકવવા આવી જાવ
હૃદયમાં પડેલી કારચલીઓની ઇસ્ત્રીઓ કરવા આવી જાવ
રાહ જોઇને આંખોમાં આવી ગયેલા અંધારાને તમારા આગમનના દિવડાથી પ્રકાશમય બનાવી જાવ
હું ને તું બહુ કર્યું
તારું ને મારુ બહુ કર્યું
હવે આપણા ને આપણું ની આપણે માટે આવી જાવ