એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો

‘મરીઝ’

Gujarati Shayri by Bindiya : 111040828
Bindiya 8 year ago

Thank you kamleshji n anilbhai

Anil Vaghela 8 year ago

હું ક્યાં કહું છું આપની હા હોવી  જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ પુરતો નથી નસીબ નો  આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ એવી બે-દિલી થી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’ એના મિલન ની ક્યાંક જગા હોવી જોઈએ – “મરીઝ” aa vachjo mast che..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now