. *પાપ/પાપી*
. ~::::::::::::::::::::::~
કબીર કહી ગયા
बुरा देखन में चला,बुरा मिलिया ना कोई
अंदर जाख कर देखा,मुझसे बुरा ना कोई
પાપ આપણા થી થાય છે,ખરાબ કોઈ બીજા બને છે
દુશ્મની બીજા સાથે,ત્યારે પાપી જીવન આપણું બને છે
ચહેરા થી બધા સારા લાગે,આત્માનો સ્પર્શ બહુ મોટો
અનુભવનો સિક્કો ઉછળે,પાપ ત્યાં બળી થાય ભડકો
પાપથી આગળ આવવું નથી,ભગવાન મારે માનવા નથી
પાપના રસ્તે ચડી ગયા,ત્યાં ભગવાન મદદ કરતા નથી
પાપથી સુખનો મળ્યો આનંદ,ભક્તિથી દુઃખી જીવન
દુઃખમાં રોશની છુપાયેલી,સુખથી ક્યાં રહે છે ભાન ?
શક્તિશાળી શક્તિ સામે પાપની શક્તિ આજમાવી ?
પાપની શક્તિના નાથ સામે અભિમાનમાં ભૂલ્યો તું ભાન.
સ્મરણથી થયો તારો જન્મ,મૃત્યુ બાદ જવું તેને દ્વાર
પાપમાં કેમ તારો કદમ,મળ્યું જ્યારે મનુષ્યનું તને દાન
પાપને નેવે મુક,નેવે નહિ તો ભગવાનની શરણમાં મૂક
ભૂલી કેમ ગયો માનવ, તારે પણ થવાનું છે ક્યારેક રાખ
પુણ્યથી બનશે આત્મા પવિત્ર,ભક્તિથી ધાર્યું થાય કામ
પાપથી બળીશ જીવનમાં,પાપ થી થાય આત્મા ત્યાં નાશ
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
TRUST ON GOD