ખુદનો એક પક્ષ જોઈએ.
ખુદમાં જ વિપક્ષ જોઈએ,
કરવા મૂલ્યાંકન ક્યારેક,
ખુદ જ નિષ્પક્ષ જોઈએ.
મેળવવા જીવનમાં કશુક,
નિર્ધારિત એક લક્ષ જોઈએ.
સાવ સીધો સાદો નહીં ચાલે,
માણસ થોડો દક્ષ જોઈએ.
ખુદને ખુદ મળવા માટે પણ,
'હોશ'માં રહેલો શખ્સ જોઈએ.
શ્રેયસ ત્રિવેદી
#hoshnama #matrubharti