આ લોન પર પડેલા ઝાકળના બિંદુને,
જોવાની કોઈને કયાં પડી છે ?,
આ લહેરી ઉઠેલી વસંતને,
માણવાની કોઈને કયાં પડી છે ?,
આ દરિયા સમી ઉદાસીને ,
જાણવાની કોઈને કયાં પડી છે ?,
હ્દયમાં ઉઠતા આ મૃદુ ભાવને,
સમજવાની કોઈને કયાં પડી છે ?,
મોસમની આ અનરાધાર વષાઁમાં,
ભિંજવવાની કોઈને કયાં પડી છે ?,
હોઠો સુધી આવેલી આ દિલની વાતોને,
સાંભળવાની કોઈને કયાં પડી છે ?,
આ આંખો કોઈની રાહ જુએ છે,
જોવાની કોઈને કયાં પડી છે ?,
હ્દયનાં થયેલા આ ટુકડાઓને ,
જોવાની કોઈને કયાં પડી છે ?.