એક દિવસ મારે વાળ કપાવવા હતા હું એક વાળ કાપનારની દુકાનમાં ગયો પેલા વાળ કાપનાર ભાઇને પુછયું ભાઇ તમે વાળ કાપવાનું શું લો છો?
પેલા ભાઈ બોલ્યા કાકા બસ ચાલીસ રુપિયા.
મેં કહ્યું ભાઇ તમે તો બહું ભાવ લો છો ને...
પેલા ભાઈ બોલ્યા કાકા મોંઘવારી વધી ગઈ છે શું કરે! પોષાય તેમ નથી.
હું એ દુકાન છોડીને બીજી દુકાને ગયો ત્યાં જઈ ને પુછયું ભાઇ વાળ કાપવાનું તમે શું લો છો! મારે વાળ કપાવવા છે..
દુકાનદાર બોલ્યો કાકા ફકત વીસ રુપિયા.
હું ખુશ થઈ ને ખુરશીમાં બેસી ગયો દુકાનમાં બીજુ કોઈ હતું નહીં
પેલા ભાઈએ ઉપરનો સીલીંગ ફેન ચાલું કર્યો પછી બાજુમાં રાખેલ નાનું ટીવી ચાલું કર્યુ ને પછી તેને માથામાં પાણીનો ફુવારો મારીને મારા બધા વાળ પલાળી નાખ્યા પછી તો કોસકો ને કાતર હાથમાં લઈ ને જાણે મેથીની ભાજી કાપતો હોય તેમ મંડી પડ્યો મુન્ડી આમ ફેરવે ને તેમ ફેરવે આખુ મારું માથું જાણે સ્પ્રીંગ હોય તેમ આમતેમ ફેરવતો ગયો...
મનમાં ને મનમાં હું વિચારતો કે હું વળી અહીં કયાં આવી ગયો!?
મને અધમુવો કરી નાખ્યો ને હજી અડધો કલાક થયો નથી ને મારો હારો કહે કાકા તમારા વાળ કપાઇ ગયા, હું બોલ્યો જરા ટાઇમ વધારે લેને આટલી જલદી કેમના તે મારા વાળ કાપી નાખ્યા!?
તે પછી બોલ્યો સારુ કાકા તમને તેલ નાખીને માથું પણ ચોળી આપું
હું મનોમન ખુશ થયો કે તે ટાઇમ થોડોક વધારે લે છે પછી વીસ રુપિયા આપવામાં જરાય વાંધો નથી..?
પેલાએ તો હાથમાં થોડુક તેલ લઇને બે હાથે મંડી પડ્યો ને મને તો મજા આવી ગઈ લો આતો સારું કહેવાય આવુ તેલ તો ઘેર બૈરું પણ નાખી નથી આપતું...?
દશ મિનિટ મારુ માથુ બરાબર ચોર્યુ પછી બોલ્યો બસ કાકા હવે વધુ શું સેવા કરું તમારી!?
બસ બસ હવે કંઈ કરવું નથી હું પછી ખુરશીમાંથી ઉભા થયા પછી ખિસ્સામાંથી એક લાલ વીસની નોટ કાઢીને કહ્યુ લે આ તારા પૈસા..હવે ફરી હું તારી જ દુકાને જ વાળ કપાવવા આવીશ મને બહું સારુ લાગ્યું હો..દુખતું માથું બધું જ ઉતરી ગયું..☺
વીસ રૂપિયાની નોટ જોઈ ને પેલો બોલ્યો કાકા વીસ રુપિયા નહી તમારું બીલ વીસ વધીને પચ્ચાસ થઈ ગયું છે..?
હું બોલ્યો એલા પચ્ચાસ કેમ ના થયા તે તો મને કહ્યુ હતું કે વીસ રુપિયા થશે!?
પેલો બોલ્યો વીસ રૂપિયા વાળ ના,
દશ રુપિયા પંખાના, દશ રુપિયા ટીવીના, ને દશ રુપિયા માથું ચોળી આપ્યુ તેના...ને તેલના નથી ગણ્યા તે તમારું ડિસ્કાઉન્ટ...?
હું તો ત્યાં ધ્રૂજવા લાગ્યો સાલો આ કંઈ જાતનો વાળ કાપનારો!
પછી તો થઈ મારી ને તેની મોટી બબાલ આજુ બાજુ દુકાનો વાળા પણ ભેગા થઈ ગયા..?
છેવટે ત્રીસ રુપિયામાં સમજુતી કરીને બધુ ઠેકાણે પાડયું.
હજી પણ મારી આજ ટેવ છે પૂછવાની કે કેટલા લો છો વાળ કાપવાના...વરસો પછી પણ..?