#આધાર
ચંદ્રની શીતળતા નો આધાર,
સૂર્યના બળવાથી થી છે;
ફૂલની સુંદરતાનું અસ્તિત્વ જ
તેની મોહક સુગંધથી છે;
કોયલની ઍજ કાળી ઓળખ
તેના મધુર ટહુકાથી છે;
વરસાદ નું એ પહેલું આગમન
તેની ભીની ખુશ્બુ થી છે;
એક નારીનો આકર્ષિત દેખાવ
તેના અમૂલ્ય ધરેણાઓથી છે;
એક જ્ઞાની શિષ્યનો અહંકાર
તેના મહાન ગુરુ થી છે:
કવિઓની દરરોજની રોજગારી
તેની કવિતાઓ જ તો છે;
- MSBB