Gujarati Quote in Story by Yuvraj Zala

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેટા...
તું અને વહુ..
થોડો વખત એકલા રહો....
હું..
અને તારી માઁ..
એક મહિનો...
જાત્રા એ જઈયે છીયે...
જીંદગી..
મા કમાવા ની હાય મા ન તો ભગવાન સરખો ભજાયો...
કે ન તો..
તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો...
ઘડપણ...
આંગણે આવી ગયું..
ખબર પણ ના પડી...
અને મોત.....
આંગણે થી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી..
માટે..
જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે...
હવે શાંતિ થી જીવવવા ની ઈચ્છા છે...

આ પપ્પા ના જાત્રા એ જતા પેહલા ના છેલ્લા શબ્દો હતા....

પપ્પા મમ્મી ને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો...
રોજ ફોન ઉપર વાત ચિત કરિયે... મહિનો પૂરો થયો.
બીજો મહિનો પૂરો થવા આવ્યો ..
મેં પપ્પા ને પૂછ્યું...

પપ્પા.તમે છો ક્યા..?
બે મહિના થઈ ગયા...
મને હવે શંકા લાગે છે....
તમને મારા સોગંન ..
આપ સાચું બોલો..
ક્યાં છો ?
દિપેન આંખ મા પાણી સાથે બોલ્યો...

બેટા..
સાંભળ...
અમે કાશી મા ,જ..
છીયે...
અહીં ફરતા.ફરતા..
વૃદ્ધા આશ્રમ દેખાયો...
તેનું વાતવરણ..
રહેવાનું..
ખાવું પીવું...
સવાર સાંજ ભગવાન ના દર્શન....
સતસંગ બધુ જ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..
તારી માઁ નો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે...

બેટા...
મેં તને ઘરે થી નીકળતા પેહલા કીધું હતું..
હવે ની ઉંમર અમારી શાંતિ મેળવવા ની છે...
અશાંતી ઉભી કરવાની નથી......

તમે બન્ને શાંતિ થી જીવો..
અમારી ચિતા ના કરતા..
પ્રભુ એ પેંશન આપ્યું છે..
તેમાં અમારા ખર્ચ નીકળી જાય..છે...
તમારી તબિયત નું ધ્યાન રાખજો...

પપ્પા મહેરબાની કરી ઘરે પાછા આવી જાવ..

ના..
બેટા.. હવે..
આપણી મંજીલ
અલગ..
અલગ છે..
તું તારી રીતે આનંદ થી જીવ..
અમે અમારી રીતે...
બેટા તને ખબર છે..
તારી માઁ નો સ્વાભવ ચિડિયો થઈ ગયો હતો....
પોતે જે રીતે ચોખ્ખાઈ અને જીણવટ થી જીવી તેવી અપેક્ષા તારી વહુ પાસે રાખે..તે શક્ય નથી હવે બદલતા સંજોગો મા...
બેટા..

અને તે ને કારણે રોજ ઘર નું વાતવરણ તંગ..
અને અશાંત બની જાય તે હું ઈચ્છતો નહતો...

સવારે ઉઠી ને એક બીજા ના મોઢા જોવા ન ગમે ત્યારે સમજી લેવું જોઈએ..
કે ઘર નું પતન નક્કી છે...

અને હું તેવું ઈચ્છતો નહતો...
કે ઘર નું કોઈ સભ્ય આવા વાતવરણ ને કારણે ગંભીર બીમારી નું શિકાર બને
અથવા અઘટિત ઘટના આપણા ઘર બની જાય...
એટલે મેં ..
પ્રેમ થી આ રસ્તો અપનાવ્યો છે....
બેટા
તું જરા પણ મન મા ના લેતો....
જતુ કરે તેને તો માઁ બાપ કેહવાઈ..

બાકી..
6yકોઇ તકલીફ પડે તો...
હું બેઠો છું..
7દૂર જવા થી...
હું તારો બાપ કે તું મારૂ સંતાન નથી મટી જતો..
આપણા વિચારો નથી મળતા... પ્રેમ તો એટલોજ છે

બેટા ..
મત ભેદ હોય...
ત્યારે જ જુદા થઈ જવું સારૂ...
જો મન ભેદ થઈ જુદા પડ્યા..
તો ફરી એક થવુ મુશ્કેલ હોય છે..

બેટા...
બીજી અગત્ય ની વાત...
તે જે બૅંક મા નવું ઘર લેવા અને અમારા થી જુદા થવા લોન માટે અરજી જે મેનેજર ને આપી હતી તે..
મારા મિત્ર નો પુત્ર છે...
તેને મળજે..
તારે નવું મકાન લેવાં ની જરૂર નથી...
મેં તારા નામે આપણું મકાન કરી દીધુ છે...
પેપર તેની પાસે થી લઇ લેજે....

બેટા...
તું ટૂંકા પગાર મા લોન ના હપ્તા ભર કે ઘર ચલાવ..?
અને તું હેરાન થતો હોય અને અમે આનંદ કરિયે..

Gujarati Story by Yuvraj Zala : 111040254
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now