● હતી... એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી
● ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.
● રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં
નથી કોઈ આકાશની જાણકારી.
● મેં તારી ગલીના ગુનાઓ કર્યા નહીં
નહીંતર સજાઓ હતી સારી-સારી.
● થયા શું અનુભવ, ટકોરા જ કહેશે
તને ક્યાં ખબર, બારણાની ખુમારી ?
● ભાવેશ ભટ્ટ