મળ્યો મોકો અને ચુકી જવાયું
ખરા સમયે બધું ભૂલી જવાયું
નથી આપી શક્યા ઉત્તર ઘણાય
છતાં સામે મળ્યા પૂછી જવાયું
નદી તો ચિતરેલી લઈ ઉભા'તા
પછી કેવી રીતે ડૂબી જવાયું?
શિખર પર પામવાને સ્થાન જુવો
ધણી વેળા એ ઝૂકી ઝૂકી જવાયું
રટ્યા કરતો તો સતત નામ જેનું
કહે આવી, બધું ભુલી જવાયું
નથી પડતી ખબર એવું કહી ને
સિફત થી કેવું જો છૂટી જવાયું
હથેળી માં લખી ને નામ એનું
જગત આખુ પછી ભૂંસી જવાયું.