લોકો સ્થિર થવા દોડે છે
આમ ગતિનો નિયમ તોડે છે
જોર તો હોય એટલું જોડે છે
આમ બળ એન્ટ્રોપીમાં છોડે છે
વેહવાનું ચોતરફ એ છોડે છે
આમ સ્વાર્થે પાસ્કલને વખોડે છે
કોઈ મર્યાદા એને ઢંઢોળે છે
બાકી ગુરુત્વાકર્ષણ વંટોળે છે
નિયમો બધાં તોડેફોડે છે
આઈનસ્ટાઈનના બ્હાના જોડે છે
----દેવાંગ દવે