આંખ અને આ મૌનનો સંગમ રહે ના રહે,
વાત મારે કરવી છે,ભલે મોસમ રહે ના રહે!
મન બહુ ચંચળ છે ને આંખ મસ્તીખોર છે,
એટલે ડર છે કે તમે મક્કમ રહો ના રહો!!
એમની આંખો વાંચીને કશો નિર્ણય ના કર,
કાલ આંખોની અસર કાયમ રહે ના રહે!!
એમની જાતને પૂછીને એ કરશે નિર્ણય,
આપણી અસર "કમલ"રોજ રહે ના રહે!!
"કમલ" . .... ...