તલાશ છે તેની જે મારી સમકક્ષ છે
શોધ છે તેની જેને હું પોતાનો કહી શકું
ખોજ કરતો હંમેશા તેની રહ્યો છું
જેના હું મારું સર્વસ્વ કુરબાન કરી દવ
તલાશ છે તેની જેની સાથે
મૃત્યુ પણ વધારે પ્રેમાળ લાગે
શોધ કરી રહ્યો છું હું તેની
જે મારી અંદર તૂટ્યું છે તેને જોડી શકે
ન હજી તલાશ પૂર્ણ થઈ છે
ન હજી શોધ છોડી છે
હંમેશા શોધીશ અને તલાશ કરીશ
જ્યાં સુધી તારી પાસે ન આવું ત્યાં સુધી