English Quote in Song by Devanshu Patel

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

… બારણાં

તને જેટલાં દઉં ઓછાં 'ઓવારણાં'
મારા પોળ ના એ ઘર ના 'ઓ બારણાં'
હવે રૈ ગ્યાં છે હૈયે સંભારણાં.......
મારા પોળ ના એ ઘર ના 'ઓ બારણાં'
આવે બાપુ ની યાદ
છાયા વડની વિશાળ
હવે થૈ ગઈ એ કેવી પ્રતારણાં......
મારા પોળ ના એ ઘર ના 'ઓ બારણાં'
કાને 'માં' નો એ સાદ
મીઠો લાગે રસાળ
હવે થૈ ગ્યાં છે સૂના એ આંગણાં......
મારા પોળ ના એ ઘર ના 'ઓ બારણાં'
ચૂમું સાંકળ કમાડ
જાણે 'મા'નું કપાળ
હવે સમણાં સૌ લાગે અળખામણાં......
મારા પોળ ના એ ઘર ના 'ઓ બારણાં'
ક્યાંક ભેરુ નો નાદ
લાવે થોડો ઉન્માદ
બાકી ભીડેલાં રહેતાં એ બારણાં.....
મારા 'તોરણા' ના ઘર ના 'ઓ બારણાં'
© દેવાંશુ પટેલ
શિકાગો
8/19/2018

English Song by Devanshu Patel : 111039399
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now