શરૂઆત કરીએ
આવો એક નવી શરૂઆત કરીએ!!
અગાઉના વેર-ઝેર ભૂલીને નવી શરૂઆત કરીએ!!
ક્યાંક સમજી ના શક્યા તમે અમને !!
કે ક્યાંક સમજી ના શક્યા અમે તમને!!
તેથી ચાલો બધુ ભુલીને એક નવી શરૂઆત કરીએ!!
સંબધો બનશે ચોક્કસ ગાંઢ આપણાં!!
ચાલો એક નાનો પ્રયાસ તો કરીએ!!
આવો એક નવી શરૂઆત કરીએ!!..........
સમય વણસી જાય એ પહેલા!!
ક્યાંક ગેરસમજ થાય એ પહેલા!!
આવો એક નવી શરૂઆત કરીએ!!
સ્નેહ,પ્રેમ,લાગણીના સથવારે!!
ચાલો એકબીજાના દિલમાં વસી જઇએ!!
આવો એક નવી શરૂઆત કરીએ!!......
બહુ થયું હોવી વેર-ઝેરનું નાટક!!
બસ હવે તમારો સંગાથ જોઈએ!!!
ક્યાંક તમે નમો ક્યાંક હુ નમું!!
ક્યાંક તમે ચાલો ક્યાંક હું ચાલુ!!!!!
ચાલો એમ કરી સંબધ ગાઢ બનાવીએ!!
આવો એક નવી શરૂઆત કરીએ!!
અગાઉના વેર-ઝેર ભૂલીને નવી શરૂઆત કરીએ!!…......
-mahender