~ ગુજરાતી.
દુનિયાભરની 6 કરોડ 55 લાખ પ્રજાનાં મુખેથી નીકળતી ભાષા એટલે ગુજરાતી. ગુજરાતી ભાષા સમગ્ર વિશ્વમાં 26 માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત સિવાય ગુજરાતી પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઈંગલેન્ડ, સાઉથ અાફ્રિકા જેવા દેશોમાં બોલાય છે. ગાંધીજી, સરદાર પટેલ, ધીરુભાઈ અંબાણી, નરસિંહ મહેતા, જે.આર.ડી. તાતા, મહમંદ અલી ઝીણા વગેરેની માતૃભાષા ગુજરાતી હતી. કરાંચીમાં જ ત્રીસ લાખ જેટલા ગુજરાતી બોલતા લોકો છે. અમેરિકા, ઈંગલેન્ડમાં પણ ગુજરાતીઓ નોંધપાત્ર છે. વિશ્વનાં મોટા ભાગનાં દેશોમાં ગુજરાતી છવાયેલા છે. આથી જ કહ્યુ છે કે,
' જ્યા જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.'
24 ઓગસ્ટ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે દિવસે કવિ વીર નર્મદનો જન્મદિવસ છે.