આજ કાલ એક નવો રોગ નીકળ્યો છે " આઇ ડોન્ટ કેર " કહેવાનો...
મને ફરક નથી પડતો, વાહ બોલો લ્યો, જાણે તને ના પડતો હોય તો બીજા ને ફરક પડતો હશે!!
મને ફરક નથી પડતો આ શબ્દો જ જુઓ કેટલા અભિમાન સાથે ભરેલા છે. ભાઈ અથવા બહેન જે કોઈ આ શબ્દો વાપરો એ ધ્યાનથી જરા... પૃથ્વી પર બધા જ જ્યારે એમ કહેવા લાગશે કે મને ફરક નથી પડતો એ પરિસ્થિતિ કેવી હશે! તો ફરક કોને પડે છે?
ખરેખર ફરક પડે જ છે . . અને આપડે માની નથી શકતા.
માની લઈએ, કોઈ સામે નમી જઈએ તો તો નીચા બાપના થઈ જઈએ માટે કહીએ છીએ કે મને ફરક નથી પડતો.
ફરક નથી પડતો એમ બોલીને આપડે ખુદ જ લાગણી વિહીન થાય છીએ, જેવું આપશું એવું જ મળશે (૯૦%), તો શું આપડે લાગણી નથી જોતી?