કોઈને પહેલી નજરે ગમ્યા પછી શાને આમ થતું હશે?
આંખો એ ઘાયલ કરેલા દિલને અચાનક શુ થતું હશે!
રોજ રોજ એમને જ જોવાનું મન કેમ હંમેશા થતું હશે,
એમને જોઈને સપનોની દુનિયામાં જવાનું કેમ થતું હશે!
આવતા જતા બધામાં એમનો ચહેરો કેમ દેખાતો હશે,
ચહેરાને જોઈ મોઢા પર અનેરું સ્મિત કેમ છલકાતું હશે!
એમની વાતો યાદ કરીને વધારે પાગલ કેમ થવાતું હશે,
શુ "કમલ" આવું પાગલપન રોજ એમને પણ થતું હશે?
"કમલ" . .... ...