ઘેલછા...
બધું પામી લેવાની ઘેલછામાં,
પોતાનાથી પારકો થઈ બેઠો.
જીદ એવી માથે ચડી બેઠી કે,
વિધાતાને આડે હાથ લઈ બેઠો.
કરેલું મારું, મારા પૂરતું જ હતું,
એમનું કર્યું, એમનું નસીબ માત્ર.
સૌની લકીરો બદલવામાં હું !,
હતું હાથમાં એ પણ છોડી બેઠો.
સમજ આવી તોય મોડે મોડે,
નાસમજી માં શું ના કરી બેઠો!
ઈશ થી પરે જવાની કોશિશમાં,
મનેખની મર્યાદા જ ભૂલી બેઠો.
મિલન લાડ. વલસાડ - સુરત.